Gjør som tusenvis av andre bokelskere
Abonner på vårt nyhetsbrev og få rabatter og inspirasjon til din neste leseopplevelse.
Ved å abonnere godtar du vår personvernerklæring.Du kan når som helst melde deg av våre nyhetsbrev.
વર્ષોથી આપણી ભારતીય સંસ્કૃતિના જતન માં ખુબ જ અગત્ય નો અને મહત્વનો ભાગ ભજવ્યો હોય તેવી કલા એટલે સાહિત્ય.... સાહિત્યનું રસપાન કરવું અને કરાવવું મને અતિપ્રિય છે. હું પુસ્તકોનું વાંચન કરવામાં ખુબ જ રુચિ ધરાવું છું. મારા જીવનમાં સાહિત્ય સંગમ એટલે દ્વારિકામાં સુદામા અને કૃષ્ણ નો અદભુત મિલાપ..... પૂજાબેન ના કાવ્યસંગ્રહ ની વાત કરું તો... કાવ્ય સંગ્રહનું નામ જ કહે છે... "મંથના -કાવ્યસંગ્રહ " કે સાહિત્ય જગત ના વિવિધ પદ્ય સ્વરૂપો નું જેમાં ગઝલ, ગીતો, ગૌ ચાલીસા, અછાંદસ કાવ્યો, સ્તુતિ, આરાધના, દેશભક્તિ, કૃષ્ણ ભક્તિ, બાળગીતો, હાલરડા, છંદો વગેરે ને ખુબજ સુંદર,અદભુત, વૈવિધ્યસભર, ભાવ સભર તેમની કલમ વડે કાગળ પર નિરૂપણ કરેલ છે... જે હૃદયને સ્પર્શે છે. અને સાહિત્ય જગતને સુશોભિત કરે છે.મારા માધવ ને અતિ પ્રિય ગૌ ગાવલડી.. જેના અગણિત ઉપકાર આપણા જીવનમાં હંમેશા રહેશે તે માતા સ્વરૂપા કલ્યાણકારી ગૌમાતા ની ગૌ ચાલીસા નું વાંચન જીવનને ધન્ય કરે તેવું છે.. અને ગૌ મહિમાને સાર્થક કરે છે.ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલ તાલુકા અંજાર મા વસવાટ કરતા તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી થી માઇક્રોબાયોલોજી વિષયમાં માસ્ટર ડિગ્રી કવયિત્રીએ પ્રાપ્ત કરેલ છે. તેમના પિતા શ્રી દેવેન્દ્રભાઈ માણેકલાલ પાઠક પણ ઉમદા લેખક, કવિ, કચ્છના પ્રખ્યાત કથાકાર, માજી સૈનિક તેમજ નિવૃત્ત કર્મચારી છે. કહેવાય છે કે" મોરના ઈંડાને ચીતરવા ની જરૂર ના પડે " પૂજા બેન ને પણ નાનપણથી સાહિત્ય નું જ્ઞાન પરંપરાગત પ્રાપ્ત થયેલ છે...પૂજાબેન ના આ કાવ્ય સંગ્રહ પૈકી એક સુંદર કવિતા પા પા પગલી મારા હૃદયને ખૂબ જ સ્પર્શી છે મારા લોકસાહિત્યના કાર્યક્રમમાં મેં કહ્યું છે દીકરી એટલે સંવેદનાનું સરોવર... તેમની આ કવિતા "બેટી પઢાઓ બેટી બચાવો" કથનને સાર્થક કરે તેવી મારી અંતરની લાગણી છે.....તમારા કાવ્યોમ
Abonner på vårt nyhetsbrev og få rabatter og inspirasjon til din neste leseopplevelse.
Ved å abonnere godtar du vår personvernerklæring.