Om ભેદી પિયા - અતીતનો પડછાયો
'ભેદી પિયા' નામ સાંભળીને તેની ડેફીનેશન મગજમાં એવી ગુંથાય છે કે આ નવલકથા બેવફાઈ ઉપર લખાઈ હશે! પણ અંદર વાંચતાં અહેસાસ થાય કે આ નવલકથા પ્રેમ/રોમાન્સ, સસ્પેન્સ, થ્રીલર, કાળા જાદુ અને અનેક રહસ્યોથી ઘેરાયેલી છે. 'ભેદી પિયા' નવલકથાની શરૂઆત પરિણયમાં બંધાયા પછી અરીબ તેની પત્ની સિયાને લઈને રાજેસ્થાનના એક રિસોર્ટમાં જાય છે, જ્યાંથી ભેદી પિયાનો ભેદી ખેલ શરૂ થાય છે. આ રિસોર્ટની પાછળ તિતલગઢ રાજ્યનો રસ્તો હોય છે, જ્યાંથી સિયા તિતલગઢ પહોંચી જાય છે. ત્યાં જઈને તેની ઉપર ડાકણ હોવાના આરોપ લાગે છે અને તેને જીવતી સળગાવી દેવાની ચેષ્ટા કરવામાં આવે છે. એ સમયે અરીબ ત્યાં આવીને તેને બચાવી લે છે પણ ગામની વૃદ્ધા દ્વારા સિયાને શ્રાપ આપવામાં આવે છે. જે સમયથી સિયાને શ્રાપ મળે છે, એ સમયથી સિયા તેના પતિ અરીબ સાથે શ્રાપનો ભોગ બને છે અને અહીંથી શરૂ થાય છે સિયા અને અરીબનો હવેલી સફર! જ્યાં તેમની મુલાકાત મહારાજ અભિનંદન અને મહારાણી અનુપમાદેવી સાથે થાય છે. ભેદી પિયાનો ખેલ શરૂ હોવાને લીધે અરીબ મહારાણી અનુપમાદેવીને સિયા સમજે છે અને સિયા મહારાજ અભિનંદનને અરીબ સમજે છે. તિતલગઢ રાજ્યને મહારાણી અનુપમાદેવીનો શ્રાપ મળ્યો હોય છે, જેને લીધે આખા તિતલગઢની પ્રજા આત્મા બનીને આ રાજ્યમાં ભટકી રહી હોય છે. શ્રાપની સચ્ચાઈ વિશે જ્ઞાત થતાં જ સિયા તિતલગઢ રાજ્યને શ્રાપમાંથી મુક્ત કરાવવાની કોશિશ કરવા લાગે છે, જેમાં અરીબ દ્વારા ખુદની મરજીથી સાથ આપવામાં આવતો નથી. શ્રાપમાંથી મુક્તિ અપાવવાની કોશિશ દરમિયાન સિયા આગળ અનેક રહસ્ય ગાજી દ્વારા ખોલવામાં આવે છે અને તેને જ્ઞાત થાય છે કે તે આ રાજ્યની નવમી પેઢીની પુત્રવધુ છે. તે આ જાણીને અરીબને સચ્ચાઈ જણાવી શકતી નથી કે તે આ રાજ્યની નવમી પેઢીનો રાજકુમાર છે. સિયા દ્વારા અનેક કોશિશ કરવામાં આવે છે અને તિતલગઢ રાજ્યને શ્રાપમ
Vis mer